સુરતમાં બની વર્ડ બિગેસ્ટ ફૂડ રાખડી, રાખડીમાં શણગાર્યો 56 ભોગનો શણગાર......

રાખડી ઉપર વિશેષ 56 ભોગના વિવિધ પ્રકારની ફૂડ વાનગીઓ રાખવામાં આવી હતી.

New Update

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રક્ષાબંધનના તહેવાર પૂર્વે સુરતમાં એક અનોખા રાખી ફેસ્ટિવલનું આયોજન જોવા મળ્યું હતું. સાયન્સ સેન્ટર ખાતે બિગેસ્ટ ફૂડ રાખી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મોટી 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખી તૈયાર કરાઈ છે. વિશ્વમાં પહેલી વખત આ પ્રકારે ફૂડ રાખીનું આયોજન કરાયું છે. આ રાખડીની અંદર ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી રજૂ કરવામાં આવી છે. આ સાથે જ રાખડી ઉપર વિશેષ 56 ભોગના વિવિધ પ્રકારની ફૂડ વાનગીઓ રાખવામાં આવી હતી.

સુરતના સાયન્સ સેન્ટર ખાતે ટ્રાફિક અવેરનેસ ગ્રુપ અને લાયન્સ ક્લબ ઓફ સુરત રોયલ્સ સાથે સુરત મનપા દ્વારા અનોખા બિગેસ્ટ ફૂડ રાખી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મેયર હેમાલીબેન બોઘાવાલાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં 160 સ્ક્વેર ફૂટ લાંબી મોટી ફૂડ રાખડી બનાવવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, સ્થાનિક કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Read the Next Article

સુરત : સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં મળ્યો પહેલો ક્રમ,પાલિકા તંત્ર અને સફાઈ કર્મીઓમાં ખુશી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

New Update
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત અવ્વલ નંબરે

  • કેન્દ્રના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે મેળવ્યું સ્થાન

  • રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયો એવોર્ડ કાર્યક્રમ

  • સ્વચ્છ સુપર લીગમાં સુરતને મળ્યું સ્થાન

  • મનપાના અધિકારીઓ અને સફાઈકર્મીઓએ કરી ઉજવણી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે.

દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ થયો છે. જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો.

આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.સુરતને સ્વચ્છતાનો એવોર્ડ મળતા આ ખુશીની પળને મહાનગરપાલિકાના હોદ્દેદારો,સત્તાધીશો અને સફાઈકર્મીઓ દ્વારા મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી.