-
આજે તા. 4 જાન્યુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં બ્રેઇલ દિવસની ઉજવણી
-
દક્ષિણ ગુજરાતના સુરતમાં આવેલી એક માત્ર અંધજન મંડળ શાળા
-
શાળામાં ધો. 1થી 12માં 135 જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કરે છે અભ્યાસ
-
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ-અન્ય પ્રવૃત્તિમાં અગ્રેસર
-
બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુના વિચારોને અક્ષરદેહ આપતું માધ્યમ : આચાર્ય
આજે તા. 4 જાન્યુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં બ્રેઇલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાતના સુરતમાં આવેલી એક માત્ર અંધજન મંડળ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા છે.
આજે તા. 4 જાન્યુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં બ્રેઇલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બ્રેઇલ લિપિના પ્રણેતા લુઈસ બ્રેઇલનો આજે જન્મ થયો હતો, અને તેમની યાદમાં વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવવામાં આવે છે. અંધજનોની જિંદગી બને અને તેઓ પગભર થઈ શકે તે માટે સુરતમાં અંધજન બાળકોને શિક્ષણ આપતી એકમાત્ર શાળા અંધજન મંડળ શાળા છે.
આ શાળામાં ધોરણ 1થી 12માં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 135 જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પોતાની વિવિધ કલાથી સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. બ્રેઈલ લિપિ થકી અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે. એટલું જ નહીં, ધોરણ 12માં ટાઈપ રાઈટરની મદદ વગર ગયા વર્ષે 2 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ટેકનોલોજીની મદદથી વોઇસ સોફ્ટવેર થકી બોર્ડમાં પરીક્ષા આપી હતી.
ત્યારે આ વર્ષે પણ ધોરણ 10માં 2 વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં એક વિદ્યાર્થી આધુનિક ટેકનોલોજીની મદદથી પરીક્ષા આપશે. આમ સુરતની અંધજન મંડળ શાળા પરિવાર આંખની રોશની વગરના બાળકોને જીવન જીવવાની નવી રાહ ચીંધી રહી છે.