/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29155846/maxresdefault-474.jpg)
સુરેન્દ્રનગર
જિલ્લાના લીંબડી નજીક નંદનવન હોટલ પર ઉભેલી એસટી બસમાંથી આંગડીયા પેઢીના 91.76 લાખ રૂપિયાની મત્તા ભરેલાં થેલાની થયેલી
લુંટના ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયાં છે. તેમની પાસેથી 49.52 લાખ રૂપિયાનો મુદામાલ કબજે લેવાયો છે.
અમદાવાદની
રાજેશ નારાયણ આંગડીયા પેઢીનો કર્મચારી એસ.ટી. બસ માં બેસી અંદાજે રૂપીયા એક
કરોડના રોકડ સહિતનો થેલો લઇ અમદાવાદ થી રાજકોટ જવા રવાના થયો હતો. લીંબડી નજીક નંદનવન હોટલ પર બસ ચા પાણી
માટે ઉભી રહી ત્યારે બસમાંથી અજાણ્યા લોકો થેલો લઇ ફરાર થયા હતાં. આરોપીઓને ઝડપી
પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે અમદાવાદના ગીતા
મંદિર બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજને ચેક કરતાં અન્ય રાજય તરફ જતી બસમાં એક
વ્યકતિની શંકાસ્પદ હીલચાલ જણાઇ હતી. પોલીસે રાજસ્થાન અને યુપી તરફ તપાસનો દોર
લંબાવી રાજસ્થાનના રહેવાસી ઉધમસિંહ દાતારામ ગુર્જરને ઝડપી પાડયો હતો. તેણે કબુલાત
કરી હતી કે, તેને રાજકોટ
અમદાવાદ વચ્ચે કઇ રીતે પાર્સલની ડીલીવરી થાય છે. તેની માહિતી રાજકોટના માંડવી
ચોકમાં રહેતાં પ્રદિપસિંહ માનસિંહ રાજપુતે આપી હતી. પોલીસે બંનેની આકરી પુછપરછ
કરતાં તેમણે તેમના સાગરિતો સાથે મળી બસમાંથી આંગડીયા પેઢીના કર્મચારીના થેલાની
લૂંટ ચલાવી હતી તેની વિગતો આપી હતી. ગેંગના 10 સાગરિતો પૈકી બે ચોરીની બાઇક પર બસનો
પીછો કર્યો હતો.અને બસ હોટલમાં રોકાતાની સાથે થેલાની ઉઠાંતરી કરી હતી. ઝડપાયેલા બે
આરોપીઓ પાંસેથી રોકડા રૂપિયા 1.4 લાખ, 4 કીલો સોનું, દેશી તમંચો, બાઇક અને કારતુસ સહિત રૂપીયા 49.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અન્ય
નાશી છૂટેલા આઠ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે