સુરેન્દ્રનગર : વહીવટી તંત્ર દ્વારા નાની કઠેચી ગામના માછીમારોને હેરાન કરાતો હોવાનો આક્ષેપ, જુઓ પછી શું થયું..!

સુરેન્દ્રનગર : વહીવટી તંત્ર દ્વારા નાની કઠેચી ગામના માછીમારોને હેરાન કરાતો હોવાનો આક્ષેપ, જુઓ પછી શું થયું..!
New Update

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નળ કાંઠા વિસ્તારમાં આવેલ નાની કઠેચી ગામની દસાડાના ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા માછીમારોને ખોટી રીતે હેરાન પરેશાન કરાતો હોવાનો આક્ષેપ થતાં સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરાઇ હતી.

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નળ કાંઠા વિસ્તારમાં આવેલ નાની કઠેચી ગામના માછીમારોને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ માછીમારો સાથે મુલાકાત લઈ પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. જેમાં અંદાજે 200થી વધુ પરિવારો નાની કઠેચી વિસ્તારમાં રહી માછીમારી કરી વર્ષોથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમ છતાં તંત્ર દ્વારા સ્થળ ખાલી કરવાનું કહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી હતી. જોકે તેમ છતાં આજદિન સુધી કોઈ જ ઉકેલ ન આવતા તેઓ કઠેચી ગામે પહોચ્યા હતા, ત્યારે હવે આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો માછીમારો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

#Surendranagar News #Surendranagar Police #Connect Gujarat News #Surendranagar Collector #Machimar #Machimar Problem
Here are a few more articles:
Read the Next Article