સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળતા અગરીયાઓને મોટાપાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે નર્મદા કેનાલની નબળી કામગીરીના કારણે અગરીયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે. જોકે પાણી ફરી વળતા અગરીયાઓને મોટાપાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ખારાઘોડા, દેગામ, સુલતાનપુર સહિતના ગામોમાં અંદાજે 10 કિલોમીટર વિસ્તારમાં મીઠાના પાટામાં પાણી ફરી વળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ખારાઘોડા રણમાં અંદાજે 200થી વધુ મીઠાના પાટામા નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરીયાઓની હાલત ઘણી કફોડી બની છે, ત્યારે નર્મદા કેનાલની નબળી કામગીરીને કારણે અવારનવાર પાણી ફરી વળતા અગરીયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે વહીવટી તંત્ર દ્વારા અગરીયાઓને પડતી મુશ્કેલી તરફ ધ્યાન દોરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.