સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે “રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ”ની કરાઇ ઉજવણી, સાહિત્ય પ્રેમીઓએ નિહાળ્યું પુસ્તક પ્રદર્શન

New Update
સુરેન્દ્રનગર : ચોટીલા ખાતે “રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ”ની કરાઇ ઉજવણી, સાહિત્ય પ્રેમીઓએ નિહાળ્યું પુસ્તક પ્રદર્શન

ભારત દેશમાં 14મી નવેમ્બરથી 20મી નવેમ્બર

સુધી “રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ

કાર્યક્ર્મો યોજાયા હતા.

નવી

પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે

આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય

તથા શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા “રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ”નું આયોજન કરાયું હતું.

રાષ્ટ્રીય

શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી.

ચોટીલાના તે વખતના પોલીસ-લાઈન ક્વાર્ટરમાં જન્મેલા 'લાઈન-બોય’ ઝવેરચંદ મેઘાણીને પોલીસ-પરિવાર

તરફથી પોલીસ ઈન્સપેકટર આર.જે.રામે પુષ્પાંજલિ આપી હતી. સરકારી

તાલુકા પુસ્તકાલય ખાતે મહાત્મા ગાંધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

તથા બાળ સાહિત્યનાં રસપ્રદ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેને વિદ્યાર્થીઓ અને સાહિત્ય-પ્રેમીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું.

પ્રસંગે રાષ્ટ્રીય

શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી

મેઘાણી, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના ગ્રંથપાલ વિમલગીરી

ગોસ્વામી અને અનિશ લાલાણી, શિક્ષણ સાહિત્ય જગતમાંથી ભરતસિંહ

ડાભી, સાહિત્ય જગતમાંથી ચંદ્રકાંત નિર્મલ, મનોજ પંડ્યા તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા

હતા.

Latest Stories