• યુવતી સાથે મિત્રતા કેળવી નરાધમે દુષ્કર્મ આચર્યું

  • ફરવા જવાના બહાને કારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

  • યુવતીના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

  • ફોટો-વિડિઓ વાયરલ કરવાની યુવતીને ધમકી આપી

  • યુવતીને પરેશાન કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી

સુરેન્દ્રનગર શહેરમાં યુવતી સાથે મિત્રતા કેળવી ફરવા જવાના બહાને કારમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી તેના માતા-પિતાને મારી નાખવાની ધમકીઓ આપી પરેશાન કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રહેતી એક યુવતી પહેલા ચોકલેટનો વેપાર કરતી હતીત્યારે આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરેન્દ્રસિંહ ચૌહાણનો તેને મેસેજ આવ્યો હતો કેનવરાત્રિ હોવાથી ચોકલેટના અંદાજે 100 ડબ્બા જોઇએ છે. જેથી યુવતી અને આરોપી વચ્ચે પરીચય થયો હતોઅને અવાર-નવાર આરોપી હર્ષવધનસિંહ યુવતી સાથે વાતચિત અને મેસેજ કરતો હતો. એટલું જ નહીંયુવતીને ફરવા લઈ જવાના બહાને બહાર પણ બોલાવતો હતો. આરોપીએ યુવતીને ખમીશણા નજીક કારમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુંઅને કોઇને કહીશ તો તારા માતા-પિતાને મારી નાખીશ અને ફોટો-વિડિઓ પણ વાયરલ કરવાની ધમકીઓ પણ આપતો હતો. જોકેયુવતીની સગાઇ થયેલ હોય જેને તોડાવી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. યુવતી આરોપીની ધમકીઓથી કંટાળી જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલો અને સિક્યોરિટી તેમજ બોડીગાર્ડ તરીકે કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

 

બાઇટ :