પલસાણામાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત
વાપીના મિનરલ વોટર વ્યવસાયીનું મોત
ઝેરી દવા પીધી હોવાની આશંકા વ્યક્ત કરાઈ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ થશે સ્પષ્ટ
પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં 20 વર્ષીય યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ છે. વાપીમાં મિનરલ વોટરનો વ્યવસાય કરતા રાહુલલાલ ખટીકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં 20 વર્ષીય યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવક બે દિવસ પહેલા મિત્રોને મળવા પલસાણા આવ્યો હતો. સવારે ભાઈ સાથે ફોન પર વાત કર્યા બાદ અચાનક તેનો મોબાઈલ બંધ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
પરિવારે તપાસ કરતા યુવક પલસાણામાં એક અલ્ટો કાર પાસે અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે ભૂલથી કોઈ દવા ખાઈ લીધી હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. યુવકને પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
