ગાયત્રીનગર વિસ્તારમાં યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો

ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

મકાન ખરીદ-વેચાણના સોદામાં વિવાદ સર્જાયો હોવાની શંકા

નાણાકીય લેવડ-દેવડની તકરાર ઉગ્ર બની હોવાની આશંકા

શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ શરૂ

ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં એક યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, એ’ ડિવિઝન પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસહાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચપ્પુ વડે હુમલો કરાતા તુષાર મોહિતે નામના યુવાનને શરીરે ગંભીર ઇજાઓ પહોચી છે. બનાવના પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે, મકાનના ખરીદ-વેચાણના સોદામાં નાણાકીય લેવડ-દેવડની તકરારમાં હુમલો થયાની આશંકા સેવાઇ રહી છે. તો બીજી તરફ, ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.