આણંદ જિલ્લાની તારાપોર ચોકડી નજીક સર્જાયેલ અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના મૃતકોને મોરારિબાપુ તરફથી આર્થિક સહાય કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના તારાપોર ચોકડી નજીક ભાવનગર, વરતેજના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઈવર સહિત 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક પ્રસંગ પૂરો કરી પરત ફરી રહેલા ઘાંચી પરિવારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો. જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા 5 હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલ છે. જેની કુલ રકમ રૂપિયા 45 હજાર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી છે, ત્યારે ભાવનગરના રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170