તાપી : બિલ્ડર નિશિષ શાહની હત્યામાં સોપારી આપનાર મુખ્ય સુત્રધાર ઝડપાયો

તાપી : બિલ્ડર નિશિષ શાહની હત્યામાં સોપારી આપનાર મુખ્ય સુત્રધાર ઝડપાયો
New Update

તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યા માટે સોપારી આપનારા નવીન ખટિકને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે. અંગત અદાવતમાં નવીન ખટિકે નિશિષ શાહની હત્યા માટે સોપારી આપી હતી.

તાપી જિલ્લામાં ચકચારિત બનેલી બિલ્ડર નિશિષ શાહની હત્યાની સોપારી આપનાર આરોપીને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશાથી ઝડપી પાડયો છે. વ્યારામાંથી પસાર થતાં હાઇવે પર બિલ્ડર નિશિષ શાહની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. મૃતક નિશિષ શાહ તરબુચ ખરીદી રહયાં હતાં ત્યારે કારમાં આવેલા હુમલાખોરો તેમની પર તુટી પડયાં હતાં. તલવાર અને ચપ્પુના ઘા મારી બિલ્ડરને જાહેરમાં રહેંસી નાંખવામાં આવ્યાં હતાં.

તાપી ડીએસપી સુજાતા મજમુદારના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સાત આરોપીને ઝડપી પાડયાં હતાં તેમણે બિલ્ડરની હત્યા માટે નવીન ખટિકે સોપારી આપી હોવાની કબુલાત કરી હતી. મુખ્ય સુત્રધાર નવીન ખટિકને મહારાષ્ટ્રના પ્રકાશા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. બિલ્ડરની હત્યા અંગત અદાવતે કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે પોલીસ હત્યા પાછળનું ચોકકસ કારણ શોધવા માટે આરોપીની પુછપરછ કરી રહી છે.

#Tapi Police #Tapi News #Builder Murder Case #Nishish Shah Murder Case
Here are a few more articles:
Read the Next Article