વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે પાદરી સહિત પાંચ આરોપીઓની રાત્રે જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વ્યારા શહેરના તાડકુવા સ્થિત અંબિકા નગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે અલગ અલગ 2 હિન્દૂ પરિવારની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરી હતી. જેની જાણ યુવતીઓના પરિવારજનોને થતાં યુવતીના પરિવારના સભ્યોએ રાત્રે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જે મુજબ પોલીસે પાંચેય આરોપીઓને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે તાત્કાલિક અસરથી રાકેશ વસાવા, સહિત અન્ય ચાર આરોપી યોહાન વસાવા, રેખા વસાવા, રસીન વસાવા, યાકુબ વસાવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170