તારાપુર : સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ મુખ્યમંત્રીએ જન મેદનીને કહયું : રામ રામ

New Update
તારાપુર : સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ મુખ્યમંત્રીએ જન મેદનીને કહયું : રામ રામ

અયોધ્યા જમીન વિવાદ મુદ્દે સુપ્રિમ કોર્ટના ચુકાદા

બાદ આણંદના તારાપુર ખાતે જન વિકાસ ઝુંબેશ કાર્યક્રમમાં હાજર રહેલાં મુખ્યમંત્રી

વિજય રૂપાણીએ જન મેદનીનીે રામ રામ કહી સંબોધિત કરી હતી. 

આણંદ જિલ્લાના તારાપુરમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીની

ઉપસ્થિતીમાં જન વિકાસ ઝંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો  જેમાં સરકારની વિવિધ વિભાગીય યોજનાના લાભાર્થીઓને

મુખ્ય મંત્રીના હાથે સહાય વિતરણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સૌ ને રામ રામ કહી સંબોધન ની શરૂઆત કરી

હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે,  તારાપુર તાલુકા માં સરકારની આ ઝુંબેશ દરમિયાન સૌથી સારુ કામ થયુ છે જેમાં કુલ 45,000 જેટલા લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે. તારાપુર પંથકના ખેડૂતો ને તેમણે આશ્વાસન આપતા

જણાવ્યું હતું કે માવઠાના મારથી ખેડૂતો ને જે નુકશાન થયું છે તે તમામ ખેડૂતો ને

સહાય ચૂકવવામાં આવશે.

Latest Stories