તાઉટે વાવાઝોડુ હવે રાજસ્થાનમાં, અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ

તાઉટે વાવાઝોડુ હવે રાજસ્થાનમાં, અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ
New Update

સૌરાષ્ટ્રમાં વિનાશ વેર્યા બાદ તાઉટે વાવાઝોડુ વાયા અમદાવાદ થઇને રાજસ્થાન તરફ આગળ વધી રહયું છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે 170 કીમીની ઝડપે ફુંકાયેલા પવનોએ ખેતી તથા મકાનો અને કેબીનોનો દાટ વાળી દીધો છે. સૌરાષ્ટ્રથી વાવાઝોડાએ અમદાવાદમાં અનેક વૃક્ષો અને હોર્ડિગ્સ ધરાશાયી કરી વાવાઝોડુ રાજસ્થાન તરફ આગળ વધી રહયું છે. વાવાઝોડું નબળું પડવાથી હવે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાનો છે. પહેલાં અંદાજ હતો કે હવાની ગતિ 60 કિમી સુધીની રહી શકે છે. હવામાન વિભાગે આ સિસ્ટમને કારણે ઉદયપુર અને જોધપુરના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે, સાથે આ વાવાઝોડાને લીધે દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સિસ્ટમની અસરને કારણે મંગળવારે મોડી રાતે અથવા બુધવારે સવારે બાંસવાડા, ભીલવાડા, ચિતૌડગઢ, ડુંગરપુર, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, ઝાલૌર અને પાલીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જયપુર, અજમેર, કોટા અને ભરતપુરના ઘણા જિલ્લામાં પણ બુધવારે બપોરે અથવા મોડી સાંજે વરસાદ થવાનો અંદાજ છે.ચક્રવાતના પ્રભાવના કારણે ગઈ કાલ રાતથી ભીલવાડા અને ચિતૌડગઢમાં પણ ઝરમર વરસાદ થયો છે. ભીલવાડામાં 50 મિમી, ચિતૌડગઢમાં 24 મિમી વરસાદ થયો છે. આ સિવાય ઉદેપુરમાં 20.6, ટોંકમાં 20, બુંદીમાં 14, સવાઈ માધોપુરમાં 16, પાલીમાં 6 મિમી વરસાદ થયો છે. ફલૌદી, બિકાનેર, ચુરુ, જયપુર, જોધપુર સહિત ઘણી જગ્યાએ વરસાદ થયો છે.

#Connect Gujarat News #Tauktae Cyclone #CycloneTauktae #Tauktae
Here are a few more articles:
Read the Next Article