આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે ત્યારે આજે ગાંધીધામ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં કાર્યકર્તાઓ પાસેથી વિવિધ બાબતો જાણવામાં આવી હતી.કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત આ સંમેલનમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટીલ ભાઉ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલી કરવામાં આવે તો પણ અમારી પૂરી તૈયારી છે.
આવતી કાલે પણ ચૂંટણી જાહેર થાય તો પણ કોંગ્રેસ વિધાનસભા લડવા માટે તૈયાર છે.ભાજપના રાજમાં છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતા પીસાઇ ગઈ છે તેમ છતાં કોંગ્રેસનો કાર્યકર્તા આજે ચૂંટણી લડવા માટે અકબંધ છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170