/connect-gujarat/media/post_banners/0ea0cf7ac5c66a3a2cfc35220b26e9b09a0eac75b48d83f779491f53a74c4f8d.webp)
એલોન મસ્કના હાથમાં ટ્વિટરની કમાન આવતાની સાથે જ તેને ઘણા મોટા ફેરફારો કર્યા છે. આવી સ્થિતિમાં હવે એલોને બ્લૂ ટીક યુઝર્સ વિષે ટ્વિટ કર્યું છે. તેઓએ ખાતામાંથી બ્લૂ ટીક દૂર કરવાની છેલ્લી તારીખ 4/20 નક્કી કરી છે. ટ્વિટરના માલિક અને અબજોપતિ એલોન મસ્કે ટ્વિટ કર્યું છે કે બ્લૂ ટીક દૂર કરવાની છેલ્લી તારીખ 4/20 છે તેનો અર્થ એવો થાય છે કે જો તમે ટ્વિટર પર બ્લૂ ટીક વડે વેરિફાઈડ એકાઉન્ટ કર્યું છે તો તમારે હવે બ્લૂ ટીક રાખવા માટે ચુકવણી કરવી પડશે.
માત્ર ટ્વિટર બ્લૂના સભ્યો એવા ખાતાઓ જ બ્લૂ ટીક ચેકમાર્ક ધરાવી શકશે. Twiteer blue ની કિમત પ્રદેશ પ્રણામે બદલાઈ છે અને તમે કેવી રીતે સાઇન અપ કરો છો તેના પર પણ આધાર રાખે છે. યુએસમાં તે દર મહિને 11 અમેરિકી ડોલર પ્રતિ માસ અથવા 114.99 અમેરિકી ડોલર પ્રતિ વર્ષ અને વેબ વપરાશકર્તાઓ માટે 8 અમેરિકી ડોલર પ્રતિ માસ અને 84 અમેરિકી ડોલર પ્રતિવર્ષ રહેશે. અગાઉ ટ્વિટરે જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી તે લેગસી વેરિફાઇડ એકાઉન્ટમાંથી બ્લૂ ટીક અને ચેકમાર્ક બેઝ દૂર કરવાનું શરૂ કરશે. આ દરમિયાન ટ્વિટરના ટ્વિટર વેરિફાઇડ એકાઉન્ટ માંથી આશરે 4 લાખ લેગસી એકાઉન્ટને અનફોલો કર્યા હતા.