ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટ હવે સત્તાવાર 'શિવ શક્તિ પોઇન્ટ':ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને મંજૂરી આપી

New Update
ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટ હવે સત્તાવાર 'શિવ શક્તિ પોઇન્ટ':ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને મંજૂરી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટ, 2023ના રોજ કહ્યું હતું કે ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટને 'શિવ શક્તિ' પોઇન્ટ કહેવામાં આવશે. આવ જાહેરાતના લગભગ સાત મહિના પછી 19 માર્ચે ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) દ્વારા તેની નામ મંજૂર કરવામાં આવ્યું છે.ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતર્યું હતું. ત્રણ દિવસ પછી, પીએમ મોદી વૈજ્ઞાનિકોને મળવા ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક પહોંચ્યા.ચંદ્રયાન-3 મિશનના ત્રણ ભાગ હતા. પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર અને રોવર. તેમના પર કુલ 7 પેલોડ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન મોડ્યુલ પર શેપ નામનો પેલોડ લગાવવામાં આવ્યો હતો. તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનની તપાસ કરવા માટે બનાવવામાં આવ્યું હતું.લેન્ડર પર ત્રણ પેલોડ હતા. રંભા, ચાસ્ટે અને ઇલ્સા. પ્રજ્ઞાન પર બે પેલોડ હતા. અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે લેસર રેટ્રોરેફ્લેક્ટર નામનું સાધન પણ છે. તે ચંદ્રયાન-3 ના લેન્ડર પર સ્થાપિત છે. તેનો ઉપયોગ ચંદ્રથી પૃથ્વીનું અંતર માપવા માટે થાય છે.

Latest Stories