Connect Gujarat
ટેકનોલોજી

ChatGPTના CEO સેમ ઓલ્ટમેનને હટાવી ભારતીય મૂળના મીરા મૂર્તિને વચગાળાના CEOની જવાબદારી ચોંપાઇ

અલ્બેનિયામાં જન્મેલી મીરા મૂર્તિએ કેનેડામાં અભ્યાસ કર્યો છે. 34 વર્ષીય મુરાતી મિકેનિકલ એન્જિનિયર છે.

ChatGPTના CEO સેમ ઓલ્ટમેનને હટાવી ભારતીય મૂળના મીરા મૂર્તિને વચગાળાના CEOની જવાબદારી ચોંપાઇ
X

ChatGPTના CEO સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ મીરા મૂર્તિને કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. તે વચગાળાના સીઈઓ તરીકે કંપની સંભાળશે. મીરાએ 2018માં ટેસ્લા કંપની છોડ્યા પછી OpenAI ChatGPTTની મૂળ કંપનીમાં જોડાઈ. કંપનીએ તેના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને બરતરફ કરી દીધા છે. કંપનીના બોર્ડે શોધી કાઢ્યું હતું કે સેમ બોર્ડ સાથે વાતચીત કરવામાં સતત બેદરકારી દાખવતો હતો. કંપનીએ તેની વેબસાઈટ પર લખ્યું કે, અમે ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિને વચગાળાના CEO તરીકે નિયુક્ત કરી રહ્યા છીએ.

અમે આ પદ સંભાળવા માટે કાયમી CEOની પણ શોધ કરી રહ્યા છીએ. મીરાની નિમણૂકના આધારે પ્રશ્નોના જવાબમાં ઓપન એઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, મીરાનો લાંબો કાર્યકાળ અને AI ગવર્નન્સ અને પોલિસીમાં તેમનો અનુભવ તેમજ કંપનીના તમામ પાસાઓ સાથેના તેમના જોડાણને જોતાં બોર્ડ માને છે કે તે લાયક છે.

કોણ છે મીરા મૂર્તિ..?

અલ્બેનિયામાં જન્મેલી મીરા મુરાતીએ કેનેડામાં અભ્યાસ કર્યો છે. 34 વર્ષીય મુરાતી મિકેનિકલ એન્જિનિયર છે. ડાર્ટમાઉથ કૉલેજમાં અંડરગ્રેજ્યુએટ હોવા પર તેણે હાઇબ્રિડ રેસકાર બનાવી.

ટેસ્લામાં કામ કર્યા બાદ તે 2018માં OpenAI માં જોડાઈ. ટેસ્લા ખાતે તેણે મોડેલ એક્સ કારના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સિનિયર પ્રોડક્ટ મેનેજર તરીકે ટેસ્લામાં ત્રણ વર્ષ વિતાવ્યા. અહીંથી તેને AI ક્ષેત્રમાં જવાની પ્રેરણા મળી

મીરા મુરાતીએ ChatGPT અને DALL-E જેવા ક્રાંતિકારી ઉત્પાદનોના વિકાસમાં પડદા પાછળ કામ કર્યું છે. ગયા વર્ષે તેમને ચીફ ટેક્નોલોજી ઓફિસર એટલે કે CTO બનાવવામાં આવી હતી.




Next Story