New Update
/connect-gujarat/media/post_banners/b547373cc24e4a6a6c8d3cce9888ea931a9e53bd31a0d94d98107c2fc42910a1.webp)
લાખો નહીં કરોડો લોકોની પસંદ ફેસબુકમાં મંગળવારે મોટી ખામી સામે આવી હતી. ચાલુ કામમાંથી અચાનક લોગ આઉટ થઈ જવાના સેંકડો કિસ્સાં સામે આવ્યાં હતા જેને કારણે કરોડો યૂઝર્સને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફેસબુકમાં લોગ ઈનમાં પરેશાની જોવાી મળતી હતી. કરોડો યૂઝર્સોનું અચાનક લોગ આઉટ થઈ જવા લાગ્યું હતું ત્યારે સમાચાર જાહેર થયાં હતા કે સોશિયલ મીડિયા ડાઉન થયું છે અને તે પણ આખી દુનિયામાં સોશિયલ મીડિયામાં આવેલી આ મોટી સમસ્યા છે. સાયબર એટેકને કારણે પણ સોશિયલ મીડિયા ડાઉન થયું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ફેસબુકની સાથે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પણ ડાઉન થયાં હતા તેમાં પણ પેજ ખુલતાં નહોતા.
Latest Stories