/connect-gujarat/media/post_banners/fdba9403b3ade92377655dd87e8d14e86e403a3c9aa4709f7db8878e73406d09.webp)
માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક Elon Musk દ્વારા એક મોટી જાહેરાત કરાઇ છે. મસ્કે 1 જુલાઈએ એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વીટ્સની સંખ્યા અંગે મોટી જાહેરાત કરી હતી. મસ્કે ટ્વિટ કર્યું કે, ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે અમે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે.
/connect-gujarat/media/post_attachments/443959e385f6201f5b5a95a702e3950e83a0c18500d68ee2e77f1bf3cd3bb0de.webp)
જેમાં 3 ટ્વિટ કરી આ અંગે માહિતી આપી અને છેલ્લે વેરીફાઇડ એકાઉન્ટ્સ (વપરાશકર્તાઓ) એક દિવસમાં 10, 000 પોસ્ટ્સ (વાંચવા માટે) સુધી મર્યાદિત છે. અનવેરિફાઈડ એકાઉન્ટ્સ 1, 000 પોસ્ટ્સ વાંચી શકશે અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ દરરોજ 500 પોસ્ટ્સ વાંચી શકશે તેવું જણાવ્યું હતું. ટ્વિટરના નોન-વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર 1,000 ટ્વીટ વાંચી શકશે. વેરિફાઈડ એકાઉન્ટ્સમાં 10,000 ટ્વીટ્સ વાંચવાની સુવિધા હશે.