Connect Gujarat
ટેકનોલોજી

જો તમે પણ ડેઇલી લેપટોપ યુઝ કરતા હો તો આટલી બાબતનું રાખજો ધ્યાન, રહેશો ફાયદામાં....

લેપટોપમાં જે કઈ પણ અપડેટ આવે તેના પર ધ્યાન આપવું જોઈએ અને લેપટોપ અપડેટ કરી લેવું જોઈએ.

જો તમે પણ ડેઇલી લેપટોપ યુઝ કરતા હો તો આટલી બાબતનું રાખજો ધ્યાન, રહેશો ફાયદામાં....
X

અત્યારે મોટા ભાગના લોકો કમ્પ્યુટર સામે બેસીને કામ કરતાં થઈ ગયા છે. અને તેમાં પણ આવ્યા પાછા લેપટોપ, એટલે તો કોઈ જ્ગ્યા પર બેસીને તમે કામ કરી શકો છો. કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર ખૂબ જ ચાલ્યું હતું. તેના જ કારણે નાના નાના બાળકોથી માંડીને મોટા સુધી સૌ કોઈ લેપટોપનો વપરાશ કરવા લાગ્યા છે. લેપટોપ ડેસ્ક અથવા નીચેની સપાટી સાથે અડકીને ના રાખવું જોઈએ. આ પ્રકારે લેપટોપ રાખવાથી લેપટોપ ગરમ થાય છે. કામ કરવા દરમિયાન કોઈ પણ ફાઇલ સેવ કરતાં રહો. આ પ્રકારે કરવાથી લેપટોપ રિસ્ટાર્ટ અથવા બંધ થઈ જાય તો પણ ફાઇલ સેવા થઈ જાય છે અને તમારી મહેનત ખરાબ નથી જતી.

લેપટોપને વધુ સમય સુધી ચાર્જમાં ના રાખવું.:-

લેપટોપમાં ચાર્જિંગ થઈ જાય પછી ચાર્જિંગ હટાવી લેવું જોઈએ. વધુ સમય સુધી લેપટોપ ચાર્જ કરવાથી બેટરી ખરાબ થઈ શકે છે. લેપટોપમાં જે કઈ પણ અપડેટ આવે તેના પર ધ્યાન આપવું જોઈએ અને લેપટોપ અપડેટ કરી લેવું જોઈએ.

Next Story