Connect Gujarat
ટેકનોલોજી

જામનગર GIDC પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) અને લધુ ઉદ્યોગ ભારતી દ્વારા જામનગર ટેક–ફેસ્ટ ૨૦૨૪ ખુલ્લો મુકાયો

જામનગરના ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું

જામનગર GIDC પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) અને લધુ ઉદ્યોગ ભારતી દ્વારા જામનગર ટેક–ફેસ્ટ ૨૦૨૪ ખુલ્લો મુકાયો
X

જી.આઈ.ડી.સી. ફેસ ૩ રાજકોટ ખંભાળીયા બાયપાસ રોડ ટેક-ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ મેગા ફેરમાં ૨૫૦-૩૦૦ સ્ટોલ છે, જેમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડકટસ અને અદ્યતન મશીનરીનું પદર્શન કરવામાં આવશે. જામનગરમાં છેલ્લા ૫૦ વર્ષથી ૧૦ હજારથી વધુ બ્રાસપાર્ટના નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા જામનગરના ઉદ્યોગોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં અનેક નાની મોટી ઔધોગિક સંસ્થાઓ પણ જોડાયેલી છે.

ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ, ઈન્ડસ્ટ્રીયલ એકસટેન્સન બ્યુરો ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, મીનીસ્ટ્રી ઓફ એમ.એસ.એમ.ઈગર્વમન્ટ ઓફ ઈન્ડીયા, ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી, ઘી નેશ્નલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ગુજરાત, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, જામનગર એક્ઝીમ મેટલ મરચન્ટ એસોસીએશન, શ્રી જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશન, મશીન ટુલ્સ મેન્યુ ફેકચર્સ એસોસીએશન, જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસોસીએશન, સાપર વેરાવલ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, જી.આઈ.ડી.સી. (લોધીકા) ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, શ્રી જામનગર સહકારી ઉદ્યોગ સંગ લીમીટેડ, સાઉથન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પણ ભાગ લઈ રહી છે. સમગ્ર આયોજનને ઈન્ડસ્ટ્રીયલ કમીશ્નરેટગ વનમેન્ટ ઓફ ગુજરાતનો સહયોગ મળી રહયો છે.

આ આયોજન જી.આઈ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) અને લઘુ ઉદ્યોગ ભારતી સાથે સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઈન્ડીયા જોડાયેલ છે.જામનગર ટેક ફેસ્ટ તા. ૪ જાન્યુઆરીના રોજ સવારે ૯:૩૦ કલાકે ૫ નવતનપુરી ધામના આચાર્ય શ્રી, કૃષ્ણપ્રણામી સંપ્રદાય, જગતગુરૂ ૧૦૮ શ્રી કૃષ્ણમણીજી મહારાજ ના આર્શિવચન સાથે ગુજરાત રાજયના કૃષીમંત્રી રાધવજીભાઈ પટેલ, જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના સાંસદ પુનમ માડમ દ્વારા ખુલ્લો મુકાયો. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતના અનેક ઉદ્યોગપતિઓ તેમજ ઔધોગિક સંસ્થાઓના હોદેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહયા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જી.આઈ.ડી.સી. પ્લોટ અન્ડ શેડ હોલ્ડર્સએસોસીએશનના પ્રમુખ દિનેશ ડાંગરીયા, મંત્રી વિશાલ લાલકીયાલ સહમંત્રી વિપુલ હરીયા, ખજાનચી દિનશે નારીયા, લઘુ ઉદ્યોગભારતીના પ્રમુખ રાજેશ ચોવટીયા, ઈવેન્ટ ચેરમેન જીગ્નનેશ વિરાણી, ઈવેન્ટવાઈસ ચેરમેન કેતન બોરસદીયા સાથે બન્ને સંસ્થાઓનીસમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.

Next Story