Connect Gujarat
ટેકનોલોજી

Jioએ સસ્તો 4G સ્માર્ટફોન કર્યો લોન્ચ

Jioએ સસ્તો 4G સ્માર્ટફોન કર્યો લોન્ચ
X

રિલાયન્સે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2023માં પોતાના Jio Phone Prime 4Gનું અનાવરણ કર્યું હતું. જેને હવે કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે જિઓએ માર્કેટમાં પોતાના સસ્તાં સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. કંપનીએ JioPhone Prima 4G ફોન 2,599 રૂપિયામાં લૉન્ચ કર્યો છે અને આ ફોન દિવાળીની આસપાસ વેચાણ માટે ઉપલબ્ધ થશે. અહીં અમને તમને લૉન્ચ થયેલા નવા JioPhone Prima 4G ફોનની ખાસિયતો ડિટેલ્સમાં જણાવી રહ્યાં છીએ.

Jioના આ ફોનમાં 320x240 પિક્સલના રિઝૉલ્યૂશન સાથે 2.4 ઇંચની TFT ડિસ્પ્લે અને 0.3MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. JioPhone Prima 4G ફોનમાં તમને WhatsApp અને YouTube પહેલેથી જ ઇન્સ્ટૉલ થઈ જશે. ફોનની પાછળની પેનલમાં સ્પોર્ટ્સ રિયર LED ફ્લેશ લાઇટ સાથેનો કેમેરા ઉપલબ્ધ હશે. JioPhone Prima 4G ફોનમાં, તમને બ્લૂટૂથ 5.0 કનેક્ટિવિટી અને FM રેડિયો સાથે પ્રી-ઇન્સ્ટૉલ કરેલ Jio TV, Jio Cinema, Jio News અને Jio Pay UPI પેમેન્ટ એપ મળશે.

Jioનો આ ફોન ARM Cortex A53 ચિપસેટ પર ચાલે છે, જે 512MB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે જોડાયેલો છે. જ્યારે JioPhone Prima 4G ફોન KaiOS પર ચાલે છે અને તેમાં 1800mAhની પાવરફુલ બેટરી છે.

Next Story