/connect-gujarat/media/post_banners/73e58bc4a6949e021665d6cd28e9b1ff0d67bf25afdb45e0def0689cd04664fe.webp)
ગુજરાતમાં આગામી દિવસોમાં હાઇડ્રોજન ગ્રીન ફ્યુલથી ચાલતા વાહનો જોવા મળશે તે દિવસો હવે દૂર નથી. આણંદ વિઠ્ઠલ ઉદ્યોગનગર ચરોતર ગેસ સહકારી મંડળી અને યુકેની હાઈ પાવર સિસ્ટમ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
વિઠ્ઠલ ઉદ્યોગનગર ચરોતર ગેસ સહકારી મંડળી હવે કુદરતી ગેસની સાથે સમગ્ર ગુજરાતમાં હાઇડ્રોજનથી ચાલતા વાહનોને હાઇડ્રોજન ફીલિંગ કરવા માટે ફીલિંગ સ્ટેશનો અને હાઇડ્રોજન ઉત્પાદન માટેની દિશામાં પહેલ કરી છે. સમગ્ર દેશમાં હાઇડ્રોજન ઉત્પાદન માટેનો આ પહેલો પ્લાન્ટ હશે. ટાઇટ્રોન ઇલેક્ટ્રિક વ્હીકલ અમેરિકા દ્વારા પણ ખેડા બાદ હવે ચરોતર ગેસ સહકારી મંડળીના સહયોગથી ભુજમાં માસિક 1000 ટુ વ્હીલર ઉત્પાદન કરતો પ્લાન્ટ શરૂ કરવામાં આવશે,
જ્યારે હાઈ પાવર સિસ્ટમ યુકેના સીઈઓ જય પટેલે કહ્યું કે, હાઈડ્રોજન ગ્રીનફ્યુઅલથી પોલ્યુશન નહિવત થઈ જશે, અને તેનો સીધો ફાયદો પર્યાવરણને થશે. હાઇડ્રોજન ગ્રીનફ્યુઅલ સંચાલિત વાહન માત્ર 4 મિનિટમાં ચાર્જ થઈ જશે, અને 190 કિલોમીટરની એવરેજ આપશે. કંપની દ્વારા હાલમાં અખાતી દેશો સાઉદી અરેબિયા, કતાર, ઓમાન બહેરીન દુબઇ, આફ્રિકાના દેશો મોરક્કો તેમજ અન્ય 15 દેશોમાં પ્લાન્ટ કરી ઉત્પાદન કરશે. તેમજ ભવિષ્યમાં ફોર વ્હીલર અને માલ વાહક વાહનોનું પણ ઉત્પાદન કરશે.