Connect Gujarat
ટેકનોલોજી

ટ્વિટર કિલર’ કહેવાતી ‘થ્રેડ્સ’ એપ ટ્વિટર પર જ નંબર-1 પર ટ્રેન્ડિંગ..!

થ્રેડ્સ એપને ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કરીને ચાલે છે, જેને 'ટ્વિટર કિલર' કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તે ટેક્સ્ટઆધારિત વાતચીત એપ્લિકેશન પણ છે.

ટ્વિટર કિલર’ કહેવાતી ‘થ્રેડ્સ’ એપ ટ્વિટર પર જ નંબર-1 પર ટ્રેન્ડિંગ..!
X

સોશિયલ મીડિયા ફર્મ મેટાના માલિક માર્ક ઝકરબર્ગે તેમની નવી એપ થ્રેડ્સ લોન્ચ કરી છે. આ એપ ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કરીને ચાલે છે, જેને 'ટ્વિટર કિલર' કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તે ટેક્સ્ટઆધારિત વાતચીત એપ્લિકેશન પણ છે. યુઝર્સ તેમના Instagram એકાઉન્ટનો ઉપયોગ કરીને થ્રેડમાં લૉગ ઇન કરી શકે છે. જે યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે તેઓ તેમને થ્રેડ પર પણ ફોલો કરી શકે છે.

થ્રેડ્સ એપ 100થી વધુ દેશોમાં Apple App Store અને Google Play Store પર મફતમાં ડાઉનલોડ કરી શકાય છે લોકો 500 અક્ષરો સુધીની થ્રેડ પોસ્ટ પબ્લિશ કરી શકે છે. લોકો આ એપ પર લિંક્સ, ફોટો અને વીડિયો પણ શેર કરી શકે છે. વીડિયો 5 મિનિટ સુધીનો હોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ જણાવ્યું હતું કે ઇલોન મસ્ક હેઠળ ટ્વિટરની "અસ્થિરતા" અને "અનિશ્ચિતતા"એ મેટાને ટ્વિટર સાથે સ્પર્ધા કરવાની તક આપી હતી.

થ્રેડને યુઝર્સ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એના લોન્ચના માત્ર ચાર કલાકમાં 5 મિલિયન યુઝર્સે સાઇન અપ કર્યું હતું. મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે જાતે ખુલાસો કર્યો હતો કે થ્રેડ્સે લૉન્ચ થયાના પહેલા 7 કલાકમાં 1 કરોડ સાઇન અપને વટાવી દીધાં હતાં! નિયમનકારી ચિંતાઓને કારણે યુરોપિયન યુનિયનમાં એપ લોન્ચ કરવામાં આવી નથી.

થ્રેડનો ઉપયોગ કરવાની આ રહી પ્રોસેસ:

• Apple App Store અથવા Google Play Store પર 'થ્રેડ્સ' શોધો

• એપ સ્ટોરમાંથી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાંથી થ્રેડ્સ મફતમાં ડાઉનલોડ કરો

• Instagram એકાઉન્ટના વપરાશકર્તા નામનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં લોગ ઇન કરો

• થ્રેડ્સ પ્રોફાઇલને કસ્ટમાઇઝ કરો, એટલે કે બાયો અને લિંક મૂકો

• તમે Instagramમાંથી બાયો અને લિંક પણ ઈમ્પોર્ટ કરી શકો છો

• પ્રાઇવસીમાં પબ્લિક પ્રોફાઇલ અથવા પ્રાઇવેટ પ્રોફાઇલ પસંદ કરો

• તમે ઇન્સ્ટા પર થ્રેડ્સ પર પણ જે લોકોને ફોલો કરે છે તેમને ફોલો કરી શકો છો.

• જો તમે કોઈને ફોલો કરવા ન માગતા હો તો આગળ ક્લિક કરો

• થ્રેડ્સ એપ્લિકેશન હવે ઉપયોગ માટે તૈયાર છે.

Next Story