મણીપુરમાં સુરજ ચંદ જિલ્લામાં એક લશ્કરી ટૂકડી પર થયેલા આતંકવાદી હુમલામાં 46 આસામ રાઈફલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર નું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, લશ્કરી વાહનમાં સવાર કર્નલ વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે હુમલામાં ઘાયલ લોકોને બેહી યાંગ પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે ખસેડાયા હતા આતંકી હુમલામાં 3 સૈનિકો પણ શહીદ થયા હોવાની ખબર છે. આસમ રાઈફલ્સ યુનિટનું વાહન જ્યારે જઈ રહ્યું હતું ત્યારે ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ સેનાના વાહનને આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી મૂક્યું હતું જેમાં કર્નલ, તેમના પુત્ર-પત્ની સહિત 6 જવાન શહીદ થયા હતા હુમલામાં ત્રણ QRT પણ મોત થયા હોવાની ખબર છે.

આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓને લઈ જતા વાહનને નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પહેલેથી ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. આસામ રાઈફલ્સ ના યુનિટના કાફલામાં એક ક્વિક રિએક્શન ટીમની સાથે કમાન્ડિંગ ઓફિસર અને તેમનો પરિવાર સામેલ હતો. ઘટના બાદ પુરા વિસ્તાર સીલ કરી દેવાયો હતો અને આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી આતંકી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મીની રચના ૧૯૭૮ માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. મણિપુરમાં આ સંગઠન ભૂતકાળમાં ભારતીય સુરક્ષા દળો પર છેતરપિંડીથી હુમલો કરી રહ્યું છે. તેની રચના બિશ્વેસર સિંહે કરી હતી આ હુમલામાં તેમનો હાથ હોવાની આશઁકા સેવાઈ રહી છે