કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય પાછો લીધો; નાણાં પ્રધાન આપી માહિતી

New Update
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય પાછો લીધો; નાણાં પ્રધાન આપી માહિતી

કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મોડી રાત્રે એવા સમાચાર આવ્યા હતા કે નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. નાણાં પ્રધાને કહ્યું છે કે ભૂલથી આ હુકમ થયો હતો.

નાણાં પ્રધાને કહ્યું, "ભારત સરકારની નાની બચત યોજનાઓના વ્યાજ દર તે જ રહેશે, જે 2020-2021 ના ​​છેલ્લા ક્વાર્ટરમાં હાજર હતા, એટલે કે દર માર્ચ 2021 સુધી અમલમાં રહેશે."

ઉલ્લેખનીય છે કે, બચત ખાતાના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કરાયો હતો. તેને 4.0 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

Latest Stories