પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

New Update
પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદારોએ વોટિંગ માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જંગી મતદાનની અપીલ કરી છે.

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન  યોજાવાનું અને આસામમાં ત્રણ તબક્કામાં યોજાશે. શનિવારે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર અને આસામની 47 બેઠકો પર મતદાન થશે.  પશ્ચિમ બંગાળમાં મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈને સાંજે 6.30 વાગ્યા સુધી ચાલશે તો આસામમાં સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

આસામમાં 47 બેઠકો પર મતદાન

આસામમાં 47 બેઠકો પર મતદાન થશે. 295 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કા માટે કુલ 269 ઉમેદવારોએ નામાંકન કર્યું હતું. જેમાંથી 10 ઉમેદવારોનું નામાંકન રદ્દ થયું, જ્યારે 16 ઉમેદવારોએ નામાંકન પરત લીધુ હતું. 269 ઉમેદવારોમાં કુલ 13 મહિલા ઉમેદવાર છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આઠ તબક્કમાં મતદાન યોજાશે અને  2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પ્રથમ તબક્કાનું મતદાન  આવતીકાલે એટલે કે 27 માર્ચના રોજ યોજાશે. બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.

Latest Stories