ઉત્તરપ્રદેશમાં આજે 11 જિલ્લાઓની 58 સીટો પર પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ સીટો ખરેખરમાં ભાજપ માટે મોટો પડકાર છે. સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. કોરોનાને કારણે વોટિંગનો સમય 1 કલાક સુધી વધારી દેવામાં આવી છે. આજે પહેલા તબક્કામાં 623 ઉમેદવારોના નસીબનો નિર્ણય લેવાઈ જશે. આ 58 સીટો માંથી 12 સીટો ઘણી સંવેદનશીલ છે.
આ સીટો ફતેહાબાદ, આગરા દક્ષિણ, છાતા, મથુરા, સરથાના,બાહ, મેરઠ.છપરોલી, બડૌત, બાગપત અને કૈરના છે. પહેલાજ તબક્કામાં 898 મહોલ્લા અને 5535 પોલિંગ સેન્ટર સંવેદનશીલ રાખવામાં આવ્યા છે. જોકે પહેલા તબક્કાના મતદાનમાંજ EVM મશીન ખરાબ હોવાનું સામે આવ્યું છે. મજફ્ફરનગરના ઈસ્લામિયા ઈન્ટર કોલેજ પોલિંગ બૂથ પર EVM ખરાબ હોવાનું સામે આવ્યું જેના કારણે વોટિંગ શરૂ ન થઈ શક્યું. જોકે બાકીની અન્ય જગ્યાઓ સવારના 7 વાગ્યાથી વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
