રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારી કચેરીઓમાં હાજરી 100 ટકા રાખવાનો સરકારનો નિર્ણય

ગુજરાતમાં મિનિ લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું; રાજ્ય સરકારનો નિર્ણય
New Update

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના કેસ ઘટતા રાજય સરકારે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 100 ટકા નિશ્ચિત કરવાની જાહેરાત કરી છે. 7 તારીખથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા હાજરી સાથે ધમધમશે. રાજયમાં કોરોનાની બીજી લહેર અને નાઈટ કર્ફયુ સહિતના નિયંત્રણો લદાતા તેની સાથે સંક્રમણને રોકવા માટે તમામ સરકારી કર્મચારીઓમાં રોટેશન મુજબ 50 ટકા સ્ટાફને હાજરી આપવાની છૂટ જારી કરી હતી.

જયારે સંક્રમણ પીક પર જતું હતું તે સમયે આવશ્યક સિવાયની તમામ સરકારી કચેરીઓને પ્રથમ અને ત્રીજા શનિવારે પણ બંધ રાખવાના આદેશ અપાયા હતા પણ હવે રાજયમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા જ રાજય સરકારે 7 તારીખ સોમવારથી તમામ સરકારી અને અર્ધસરકારી ઉપરાંત નિગમોની કચેરીમાં નિયત સમય મુજબ 100 ટકા  હાજરી સાથે કાર્યરત થશે તેવી જાહેરાત થઈ છે. ઉપરાંત કાલે પ્રથમ શનીવારે પણ તમામ કચેરીઓ ચાલું જ રહેશે અને અગાઉની જેમ બીજા અને ચોથા શનીવારે જ સરકારી કચેરીઓ બંધ રહેશે. આ રાજયના સચીવાલય સહિતની તમામ સરકારી કચેરીઓને આ આદેશ આપી દેવામાં આવ્યા છે.

મુખ્ય સચિવની સૂચનાથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ પેન્ડીંગ કામોનો પણ તાત્કાલીક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે તથા 100 ટકા હાજરી પણ સુનિશ્ચિત કરવા માટે જણાવાયું છે. બીજી તરફ સરકારે હવે તમામ ખાનગી કચેરીઓને પણ તેમના નિયમ મુજબ 100 ટકા હાજરી સાથે કામકાજની છૂટ આપી છે તથા તેમના કામકાજના કલાકો સુધી કામગીરી કરશે.

#government #decision #corona cases #offices #100 per cent #attendance #declining
Here are a few more articles:
Read the Next Article