Connect Gujarat
Featured

આદ્યશકિતની આરાધનાના મહા પર્વો એટલે કે ચાર નવરાત્રીની પ્રથમ નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રિ

આદ્યશકિતની આરાધનાના મહા પર્વો એટલે કે ચાર નવરાત્રીની પ્રથમ નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રિ
X

માન્યતા પ્રમાણે નીલકંઠ ભગવાન શ્રી મહાદેવજી ની આજ્ઞા થી શ્રી બ્રહ્માજીએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસથી શ્રુષ્ટિની રચના કરવાની ચાલુ કરી હતી. માટે જ, ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસ થી શાલિવાહન શકની ગણના કરવામાં આવે છે. ખગોળશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને કાલગણનામાં શાલિવાહનશકને વિશેષ ઉપયોગી ગણવામાં આવે છે અને આખા વર્ષનું સરવૈયું કાઢવામાં આવે છે. આ વર્ષે શાલિવાહન શક1943 ના પ્રારંભ સાથે કળિયુગ નું 5123 મું વર્ષ ચાલુ થશેતેમજ મારવાડ માં 2078 સંવત્સરનો પ્રારંભ થશે અને શ્રી વલ્લભાબ્દ શક 544 નો પ્રારંભ થશે.સાથે જ આ પર્વનેગુડી પડવાના તરીખે ઉજવવામાં આવે છે.

ગુડી પડવાના પર્વને ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની અંદર આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની 5 રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં આંગણામાં ગાયના છાણથી લીંપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે. ગુજરાતની અંદર કારતક સુદ એકમ ને નૂતન વર્ષ તારીખે ઓળખવામાં આવે છે.

આદ્યશકિતની આરાધનાના મહા પર્વો એટલે કે ચાર નવરાત્રીની પ્રથમ નવરાત્રી પણ ચૈત્ર માસથી પ્રારંભ થાય છે, આ નવ દિવસો દરમ્યાન દેવીની વિશેષ પૂજા-અર્ચના સાથે તેમના સ્તોત્રનો પાઠ કરીને માતાજીને રિઝાવવામાં આવતા હોય છે.

ચૈત્ર સુદ ના પ્રથમ ચંદ્ર દર્શનને સિંધી સમુદાય ના લોકો "ચેટી ચાંદ" ના પર્વ તારીખે ઉજવાતા હોય છે.

આ વર્ષે 13 એપ્રિલ, 2021 ને મંગળવારના દિવસે ચૈત્ર સુદ એકમે નૂતન શાલિવાહન શક અને ચૈત્રી સંવત્સર ચાલુ થશે સાથે જ સાથે નૂતન ચંદ્ર આ દિવસે હોવાથી ચેટી ચાંદ પણ આ દિવસે જ ઉજવવામાં આવશે.

બ્લોગ બાય :- ધાર્મિક પુરોહિત

Next Story