ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ
તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો
નેત્રંગમાં 4 ઇંચ વરસાદ
ભરૂચ શહેરની તમામ શાળાઓમાં રજા
જનજીવન મોટા પાયે પ્રભાવિત
ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ જનજીવન પ્રભાવિત થયું છે શિક્ષણ વિભાગે ભરૂચ શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.
ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર અને તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા શાળા સંચાલકોને શિક્ષણ વિભાગે જણાવ્યું છે
તાલુકાવાર નોંધાયેલ વરસાદ:
– જંબુસર – 9 મી.મી.
– આમોદ – 6 મી.મી.
– ભરૂચ – 10 મી.મી.
– વાગરા – 10 મી.મી.
– ઝઘડિયા – 2.5 ઇંચ
– અંકલેશ્વર – 15 મી.મી.
– હાંસોટ – 2 ઇંચ
– વાલિયા – 1 ઇંચ
– નેત્રંગ – 4 ઇંચ
ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર તેમજ દૈનિક જનજીવન પર અસર જોવા મળી રહી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
