ભરૂચના હાંસોટ તાલુકામાંથી પસાર થતી કિમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પણ વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
ભરૂચના હાંસોટ પંથકમાં કીમ નદીના પાણીએ જાણે વિના વેર્યો છે.ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે કીમ નદીનું પાણી હાંસોટ પંથક તરફ વળ્યુ હતું જેના કારણે આજે સવારથી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળ્યા હતા જેના પગલે સ્ટેટ હાઇવેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર નયન વસાવા, પી.એસ.આઈ.કે.ડી.રાઠોડ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.
કીમ નદીના વધેલા જળસ્તરના પગલે હાંસોટના પાંજરોલી અને આસારમાં ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો જેના પગલે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.કીમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું હતું. લોકોના ઘર અને દુકાનો સુધી કિમ નદીનું પાણી પ્રવેશ્યું હતું જેના કારણે જન જીવન પ્રભાવિત થયું હતું
