ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ,વાંચો કઇ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા
ભરૂચ જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટેની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતિમ દિવસે પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત | Featured | સમાચાર
ભરૂચ જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટેની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતિમ દિવસે પૂર્ણ થઈ ગઈ છે. કુલ મળીને તમામ સ્તરે નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા છે, જે ચૂંટણીમાં જોરદાર સ્પર્ધાની સંભાવનાઓ દર્શાવે છે.
નગરપાલિકાઓમાં ઉમેદવારી ફોર્મ
જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં કુલ બેઠકો સામે મોટા પ્રમાણમાં ઉમેદવારી નોંધાઈ છે
ભરૂચ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 137 ફોર્મ ભરાયા
અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે 107 ફોર્મ ભરાયા
આમોદ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા
જંબુસર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 100 ફોર્મ નોંધાયા
જિલ્લા પંચાયત
ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 151 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
તાલુકા પંચાયતોમાં ભારે રસ
જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં કુલ 182 બેઠકો માટે 627 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
તાલુકાવાર વિગતો નીચે મુજબ છે
વાગરા: 18 બેઠકો – 49 ફોર્મ
અંકલેશ્વર: 26 બેઠકો – 67 ફોર્મ
વાલિયા: 16 બેઠકો – 75 ફોર્મ
ભરૂચ: 30 બેઠકો – 93 ફોર્મ
ઝઘડિયા: 22 બેઠકો – 95 ફોર્મ
હાંસોટ: 16 બેઠકો – 45 ફોર્મ
જંબુસર: 22 બેઠકો – 78 ફોર્મ
આમોદ: 16 બેઠકો – 62 ફોર્મ
નેત્રંગ: 16 બેઠકો – 63 ફોર્મ
