યુક્રેન અને રશિયા વચ્ચે પૂર્વી સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. યુદ્ધનો ખતરો હાલ ટળી ગયો છે. બુધવારે પેરિસમાં 8 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ પક્ષો યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ સિવાય યુક્રેન અને રશિયા 2019 બાદ પહેલીવાર યુક્રેનના સુરક્ષા ગાર્ડ અને ભાગલાવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ બાબતે ફ્રાન્સ અને જર્મનીની સાથે સંયુક્ત નિવેદન જારી કરવા સંમત થયા છે.

એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો કોઈ શરત વગર જ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ઉપરાંત બે અઠવાડિયાં પછી બર્લિનમાં આ મુદ્દે બીજી બેઠક યોજાશે. ફ્રાન્સે આ નિર્ણયને આવકાર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના એક સહયોગીએ કહ્યું હતું કે સતત વધી રહેલા તણાવ વચ્ચે આખરે એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે.શિયન ડિપ્લોમેટ દિમિત્રી કોઝાકે કહ્યું હતું કે ઘણી બાબતો પર મતભેદ હોવા છતાં અમે એ વાત પર સહમત થયા કે પૂર્વ યુક્રેનમાં યુદ્ધવિરામ તમામ પક્ષોને ધ્યાનમાં લઈને થવું જોઈએ.

બે અઠવાડિયાં પછી બર્લિનની બેઠકમાં પેરિસની જેમ જ બંને દેશોના ડિપ્લોમેટ હાજરી આપશે. આ બેઠકોમાં રાષ્ટ્રપ્રમુખોનો સામેલ કરવા એ એજન્ડામાં નથી. કોઝાકે વધુમાં કહ્યું હતું કે અમને આશા છે કે તે તેઓ અમારી વાતને સારી રીતે સમજી ગયા હશે. આગામી બે સપ્તાહમાં તેનું પરિણામ પણ જોવા મળશે.