ભરૂચના જંબુસરમાં ગંગવા ગામેથી માછીમારી માટે ગયેલા 8 માછીમારો મધદરિયે મુશ્કેલીમાં મુકાયા હતા. માછીમારોની બોટમાં અચાનક ખામી સર્જાતા બોટ દરિયામાં ખોટકાઈ ગઈ હતી.બોટમાં ખામી સર્જાતા જીવ બચાવવા માછીમારોએ દરિયામાં કૂદી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ મદદ માટે દોડી જઈ 7 માછીમારોનો સલામત બચાવ કર્યો હતો.

જોકે, અક્ષય વાઘેલા નામનો એક માછીમાર લાપતા બન્યો છે. ઘટનાની જાણ થતાં SDRFની ટીમ દ્વારા લાપતા માછીમારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરિયામાં શોધખોળની કામગીરી હાલ ચાલુ છે.