-
અંકલેશ્વરનો ચોંકવનારો બનાવ
-
શિક્ષકે વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ
-
63 વર્ષીય આધેડે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચાર્યુ
-
ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો
-
પોલીસે આરોપીની કરી ધરપકડ
શિક્ષક જગત લજવાયું : અંકલેશ્વરમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરનાર નરાધમ શિક્ષક જેલભેગો
અંકલેશ્વરમાં 63 વર્ષના નરાધમ શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીને એક્સ્ટ્રા ટ્યુશન કલાસીસના બહાને બોલાવી તેના પર દુષ્કર્મ આચાર્યુ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભરૂચ | સમાચાર
અંકલેશ્વરમાં 63 વર્ષના નરાધમ શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીને એક્સ્ટ્રા ટ્યુશન કલાસીસના બહાને બોલાવી તેના પર દુષ્કર્મ આચાર્યુ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.આ મામલામાં પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખાનગી ટ્યુશન ચલાવતા 63 વર્ષીય આધેડ શિક્ષકે 13 વર્ષની સગીર વિદ્યાર્થિની પર લાંબા સમયથી દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.અંકલેશ્વરમાં ખાનગી ટ્યુશન કલાસ ચલાવતા ધનંજયસિંગ રાજપૂત નામના શિક્ષક દ્વારા દર રવિવારે એક્સ્ટ્રા ટ્યુશનના બહાને સગીર વિદ્યાર્થિનીને બોલાવવામાં આવતી હતી. આ દરમિયાન તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.વિદ્યાર્થિનીને ગર્ભ રહેતા પરિવારજનોને શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પરિવાર દ્વારા અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાં જ આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
