રાજ્યમાં શિક્ષણ જાણે કે ધંધો બની ગયુ છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાથે જીવનના પાઠ પણ શીખવવામાં આવે છે પરંતુ હવે તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ જાણે કે વેપાર કરી રહી છે તેમ કહેવામાં કોઇ નવાઈ નથી. આણંદમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવીને વિદેશ મોકલવામાં આવતી હતી. આણંદની હાવીસ ઇન્ટરનેશનલમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.આણંદ સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડ ઝડપી પાડ્યુ છે.3 વ્યક્તિઓ સાથે છેતરપિંડી થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડ પાછળ મુખ્ય સૂત્રધાર વડોદરાનો જીમી ઉર્ફે જીતુ હાલમાં ફરાર થઇ ગયો છે. જો કે જીમી સાથે હજી કેટલા લોકો જોડાયેલા છે તે તપાસનો વિષય છે.આ કૌભાંડીઓ એક માર્કશીટના 5 લાખ રૂપિયા પડાવતા હતા. ગુજરાત યુનિવર્સિટી બોગસ માર્કશીટ બનાવી વિદ્યાર્થીઓને વિદેશમાં પહોંચાડતા હતા.
રાજ્યમાં વધુ એક શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણનો વેપાર,લાખો રૂપિયામાં અપાતી હતી બોગસ માર્કશીટ
રાજ્યમાં શિક્ષણ જાણે કે ધંધો બની ગયુ છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાથે જીવનના પાઠ પણ શીખવવામાં આવે છે
