અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલા શિવદર્શન બંગલોઝમાં બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1,92,360ના સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ગત 1 ઓક્ટોબરની રાત્રે પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને એક તોલાની સોનાની ચેઇન, કાળા મોતીવાળું મંગળસૂત્ર તથા સોનાની કડી મળી કુલ 14 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી.
આ ગુનામાં પોલીસે સતનામ ચંદાસિંગ ચીકલીગર (ઉં.વ.24) અને સંજયભાઈ ઉર્ફે સંજુ શૈલેષભાઈ વસાવા (ઉં.વ.19), બંને રહે. ભરૂચ,ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
