તમે અલગ-અલગ પ્રકારના પકોડા તો ખાધા જ હશે, પરંતુ શું તમે ફળોમાંથી બનેલા ભજીયા ટ્રાય કર્યા છે? તો ચાલો જાણીએ અને આજે મહારાષ્ટ્રીયન પરિવારમાં બનતા નારંગી પકોડાની રેસિપી ટ્રાય કરીએ.

સામગ્રી:

3-4 નારંગી, 1.5 કપ ચણાનો લોટ, 2 ટીસ્પૂન ચોખાનો લોટ, 1 ટીસ્પૂન કોર્નફ્લોર, 2 બારીક સમારેલા લીલા મરચાં, થોડી ઝીણી સમારેલી કોથમીર, 1 ટીસ્પૂન છીણેલું આદુ, થોડી હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા અને જીરું પાવડર, 1 ચપટી મીઠો સોડા, સ્વાદ મુજબ મીઠું, તળવા માટે જરૂરી તેલ.

બનાવવાની રીત :

સૌપ્રથમ સંતરાની છાલ ઉતારી લો અને બધા બીજ કાઢી લો.પછી એક બાઉલમાં નારંગીના ટુકડા લો અને તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કોર્નફ્લોર, એક ચપટી સોડા, લીલું મરચું, લીલા ધાણા, હિંગ, આદુ, હળદર પાવડર, લાલ મરચું, ધાણાજીરું, જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો. પછી ગરમ તેલમાં પકોડા નાખો. તળ્યા પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.સ્વાદિષ્ટ નારંગી પકોડાને ચટણી અથવા કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.