દિવાળી વેકેશનમાં નર્મદા જીલ્લો બન્યો પ્રવાસીઓ માટે "હોટ ફેવરીટ", હજારો પ્રવાસીઓ લઈ રહ્યા છે મુલાકાત

New Update
દિવાળી વેકેશનમાં નર્મદા જીલ્લો બન્યો પ્રવાસીઓ માટે "હોટ ફેવરીટ", હજારો પ્રવાસીઓ લઈ રહ્યા છે મુલાકાત

નર્મદા જીલ્લો દિવાળી વેકેશન દરમ્યાન પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. છેલ્લા 6 દિવસમાં સ્ટેચ્યું ઓફ યુનિટી મુલાકાતે 60 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા હોવાનું નોંધાયું છે. આમ સરેરાશ રોજના 12 હજાર કરતા વધુ પ્રવાસીઓ નર્મદા જીલ્લામાં આવી આનંદ અને ઉલ્લાસ માળી રહ્યા છે.

કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જીલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશન દરમ્યાન હોટ ફેવરીટ સાબિત થયો છે. તા. 31 ઓક્ટોમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યું ઓફ યુનિટી સહીત અન્ય 17 જેટલા પ્રોજેક્ટને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂક્યા છે, ત્યારે પ્રવાસીઓ દ્વારા પણ સ્ટેચ્યું સહીતના તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઇન બુકીંગ કરાવતા બુકીંગ પણ ફૂલ થઇ ચૂક્યું છે. જોકે ગત વર્ષે પ્રવાસીઓ એક દિવસ રહેતા હતા, ત્યારે હવે પ્રવાસીઓ 2થી 3 દિવસ સુધી ટેન્ટ સીટીમાં રોકાઈ શકે છે.

ટેન્ટ સીટીના મેનેજર પ્રબલ પટેલના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમ્યાન 6 મહિનામાં 10 કરોડથી પણ વધુ ખોટ ગઈ છે. પરંતુ હાલ પ્રવાસીઓ આવી રહ્યા છે, જેના કારણે જે ખોટ ગઈ છે તે હવે સરભર થતા થોડી રાહત થઇ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહેલા SRP અને પોલીસ જવાનો જે સુરક્ષા કરતા હતા, જે હવે CISFના જવાનો દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરતા પ્રવાસીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ તમામ પ્રોજેક્ટો પર કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સ્ટેચ્યું ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટ પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો રોજના 2500 પ્રવાસીઓ અને વ્યૂવિંગ ગેલેરીમાં 500 પ્રવાસીઓ, જંગલ સફારી પાર્કમાં 3000 હજાર પ્રવાસીઓ, ચિલ્ડ્રન પાર્કમાં 5000 પ્રવાસીઓ નોંધાયા છે. આમ સરેરાશ રોજના 12 હજાર કરતા વધુ પ્રવાસીઓ નર્મદા જીલ્લામાં આવી આનંદ અને ઉલ્લાસ માળી રહ્યા છે.

Latest Stories