ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાના નાયબ મામલતદાર સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે દ્વારા બદલીના આદેશો કરવામાં આવતાં વહીવટી તંત્રમાં હલચલ મચી છે.

https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:6a0f1936-7e3f-4789-a36b-f94c52f9e4e5

નાયબ મામલતદાર સંવર્ગના કુલ 48 અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓના પગલે જિલ્લાના વિવિધ વહીવટી વિભાગોમાં નવી જવાબદારીઓ અને કામગીરીની વહેંચણી થશે.જિલ્લા વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારને પગલે બદલી પામેલા અધિકારીઓ અને કર્મચારીઓ હવે નવી જગ્યાએ ફરજ સંભાળશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં એકસાથે 48 અધિકારીઓ-કર્મચારીઓની બદલી થતાં આ નિર્ણય વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.