ગુજરાતના પોલીસ બેડામાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક ઝાટકે 77 IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં મહિલાઓ સામેના ક્રાઇમ સતત વધી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે એવામાં ટોપના પોલીસ અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ આપવામાં આવ્યા છે જેમાં લીના પટેલ, જયપાલ સિંગ રાઠોડ અને નિર્લિપ્ત રૉય જેવા મોટા નામ પણ સામેલ છે. જયપાલ સિંહ રાઠોડ ને જ્યાં રાજકોટના SP બનાવવામાં આવ્યા છે ત્યારે તરૂણ દુગ્ગલને ગાંધીનગરની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અમરેલી SP નિર્લિપ્ત રોયને ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના SP બનાવવામાં આવ્યા છે.

  1. જયપાલ સિંહ રાઠોડ રાજકોટના SP બન્યા
  2. લીના પાટીલ ભરૂચના SP બન્યા
  3. તરૂણ દુગ્ગલને ગાંધીનગરના SP બનાવાયા
  4. સાબરકાંઠાના SP તરીકે વિશાલ વાઘેલા
  5. શ્વેતા શ્રીમાળીને વેસ્ટર્ન રેલવે SP બનાવાયા
  6. નિર્લિપ્ત રોયને સ્ટેટ મોનીટરીંગ સેલના SP બનાવાયા
  7. દિપક મેઘાણી રાજ્યપાલના ADC બનાવાયા
  8. પ્રેસુખ ડેલુ જામનગરના SP બનાવાયા
  9. મહેન્દ્ર બગડિયાને કચ્છ SP બનાવાયા
  10. સુનીલ જોષી અમદાવાદના SP બનાવાયા
  11. હિતેષ જોયસર સુરતના SP બનાવાયા
  12. આર.વી.ચુડાસમાને SRPF કમાન્ડર બનાવાયા
  13. આર.ટી.સુસરા સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો SPના બનાવાયા
  14. સુજાતા મજમુદાર કરાઈ એકેડમી ના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવાયા
  15. સુધીર દેસાઈ રાજકોટ સીટીના ડીસીપી બનાવાયા
  16. બલરામ મીણા દાહોદ SP બનાવાયા
  17. ડૉ.કરણરાજ વાઘેલા ને બોટાદના SP બનાવાયા.