એશિયામાં કોરોના મહામારી પછી પ્રવાસન ક્ષેત્રમાં તેજી,ભારત-સિંગાપોર-મલેશિયા પ્રવાસીઓની પહેલી પસંદ

દુનિયા | Featured | સમાચાર, સમગ્ર વિશ્વમાં મહામારી પછી પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી છે અને સૌથી વધુ ફાયદો એશિયાને થયો છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ

ટૂરરિસ્ટ
New Update

સમગ્ર વિશ્વમાં મહામારી પછી પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવી છે અને સૌથી વધુ ફાયદો એશિયાને થયો છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (ડબલ્યુટીટીસી) અનુસાર 2024માં વિદેશી મુલાકાતોની સંખ્યા 2019ના સ્તરને વટાવી જવાની ધારણા છે. પ્રવાસીઓ દ્વારા ખર્ચવામાં આવતી રકમ પણ 2019 કરતાં વધુ હોવાની અપેક્ષા છે.ભારતીયો હવે વિદેશ પ્રવાસ માટે વધુ ખર્ચ કરી રહ્યા છે.

 માર્ચ 2024 સુધીમાં ભારતીયોએ વિદેશ પ્રવાસો પાછળ લગભગ 1.67 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, જે 5 વર્ષ પહેલાં કરતાં 3 ગણો વધારે છે. મોટા ભાગના ભારતીય પ્રવાસીઓ પડોશી દેશોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. તેનું મુખ્ય કારણ સરળ વિઝા પ્રક્રિયાઓ હોવાનું કહેવાય છે. ડબ્લ્યુટીટીસી અનુસાર 2030 સુધીમાં માત્ર અમેરિકન અને ચીની પ્રવાસીઓ ભારતીયો કરતાં પ્રવાસન પાછળ વધુ ખર્ચ કરશે.એશિયામાં નવા પ્રવાસન સ્થળોમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓ હવે પહેલાં કરતાં વધુ ભારત, સિંગાપોર અને મલેશિયાની મુલાકાતે આવી રહ્યા છે. જૂન 2024માં એશિયામાં 5 લાખથી વધુ હોટલ રૂમો બનાવાઈ છે, જે ગયા વર્ષ કરતાં 4% વધુ છે.

#ભારત
Here are a few more articles:
Read the Next Article