Connect Gujarat
ટ્રાવેલ 

ફેસ્ટિવલની સિઝનમાં પેસેન્જર્સના ધસારા અને બુકિંગ માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ જોતા પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય

ફેસ્ટિવલની સિઝનમાં પેસેન્જર્સના ધસારા અને બુકિંગ માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ જોતા પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય
X

ફેસ્ટિવલની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે હાલ પેસેન્જર્સના ધસારા અને બુકિંગ માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ જોતા પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. દુર્ગા પૂજા, દિવાળી, છઠ્ઠ પૂજા માટે 6 સિઝન સ્પેશિયલ ટ્રેન દોડશે. બાંદ્રા-વેરાવળ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ થશે. દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઇ – અમદાવાદ, બ્રાન્દ્રા –બિકાનેર,અજમેર – જયપુર તેમજ વલસાડ –બીકાનેર વચ્ચે 6 વીકલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. પશ્ચિમ રેલવે બાંદ્રા-વેરાવળ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન સેવા પણ શરૂ કરશે.

ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો માટે મહત્વના સમાચાર એ છે કે, ઓક્ટોબર-નવેમ્બરમાં મુંબઈ-દિલ્લી વચ્ચે 35 ટ્રેનો દોડશે. ખાર-ગોરેગાવ વચ્ચે ટ્રેકની કામગીરીના કારણે 56 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે તો 6 ટ્રેનોના ટર્મિનલ દલાયા..જેસલમેર-બાંદ્રા ટર્મિનસ ટ્રેન 4 નવેમ્બરથી જેસલમેરથી નિયમ સમય કરતા છ કલાક મોડી ઉપડશે.

Next Story