હવે થોડા જ દિવસોમાં 2023નું વર્ષ પૂર્ણ થઈ જશે અને લોકો નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ ક્યાય મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો થાઈલેન્ડ તમારા માટે બેસ્ટ ઓપસન છે. કારણ કે IRCTC તમારા માટે લઈને આવ્યું છે એક ખૂબ જ સરસનું ઓછા ખર્ચ વાળું ટુર પેકેજ. જેમાં તમે થાઈલેન્ડના બે સુંદર સિટીની મુલાકાત લઈ શકશો. આમાં તમે 60 હજાર રૂ. થી ઓછી કિંમતમાં થાઈલેન્ડમાં એંજોય કરી શકશો.
· કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ હશે?
આ ટૂર પેકેજના મુસાફરો માટે, મુંબઈથી બેંગકોક (થાઈલેન્ડ) સુધીની મુસાફરી ફ્લાઈટ દ્વારા કરવામાં આવે છે અને પરત મુસાફરી બેંગકોક (થાઈલેન્ડ) થી લખનૌની સીધી ફ્લાઈટ દ્વારા કરવામાં આવે છે. આ પેકેજમાં પ્રવાસીઓને હોટેલમાં રોકાણ, ફ્લાઈટ ટિકિટ, ખાવા-પીવા વગેરે જેવી ઘણી સુવિધાઓ મળશે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા IRCTC દ્વારા આપવામાં આવશે. ભોજન યોજના વિશે વાત કરીએ તો, તમને આ એર ટૂર પેકેજમાં 5 બ્રેકફાસ્ટ, 5 લંચ અને 4 ડિનર મળશે. મુસાફરો આ ટૂર પેકેજ માટે IRCTC વેબસાઇટ irctctourism.com પર જઈને બુક કરી શકે છે.
· ટૂર પૅકેજની વિશેષતાઓ
પેકેજનું નામ- Treasures of Thailand ex Mumbai (WMO033)
ડેસ્ટીનેશન કવર - પટાયા અને બેંગકોક
ટુરની તારીખ – 10 થી 14 જાન્યુઆરી, 2024
ટુરનો સમયગાળો – 5 દિવસ/4 રાત
ભોજન યોજના - નાસ્તો, લંચ અને રાત્રિભોજન
મુસાફરી મોડ - ફ્લાઇટ
એરપોર્ટ/પ્રસ્થાન સમય – મુંબઈ એરપોર્ટ/00:10 કલાક
· ટુર પેકેજ કેટલું છે?
જો તમે આ ટ્રિપ પર એકલા જઈ રહ્યા છો, તો તમારે આ માટે 67,300 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે 2 લોકો સાથે વ્યક્તિ દીઠ ભાડું 58,900 રૂપિયા છે. આ સિવાય જો તમે 3 લોકો સાથે મુસાફરી કરો છો તો તમારે પ્રતિ વ્યક્તિ માત્ર 58,900 રૂપિયા ખર્ચવા પડશે. 5 થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 55,300 રૂપિયા અને બેડ વગર 49,300 રૂપિયા છે. બેડ વગરના 2 થી 11 વર્ષના બાળક માટે 36,100 રૂપિયા છે.