Connect Gujarat
ટ્રાવેલ 

રાજસ્થાનનો બીજો સૌથી મોટો પશુ મેળાની 15 ફેબ્રુઆરીથી શરૂઆત,તો અહીં ફરવા આવવાનું આયોજન બનાવી શકો છો

નાગૌર પશુ મેળો એ રાજસ્થાનનો બીજો સૌથી મોટો પશુ મેળો છે, જે દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાય છે.

રાજસ્થાનનો બીજો સૌથી મોટો પશુ મેળાની 15 ફેબ્રુઆરીથી શરૂઆત,તો અહીં ફરવા આવવાનું આયોજન બનાવી શકો છો
X

નાગૌર પશુ મેળો એ રાજસ્થાનનો બીજો સૌથી મોટો પશુ મેળો છે, જે દર વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાય છે. આ વર્ષે તે 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને 18 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મેળાને રામદેવજી પશુ મેળા અને નાગૌર પશુ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. પશુપાલકો આ મેળામાં દૂર-દૂરથી તેમના પશુઓની ખરીદી અને વેચાણ કરવા આવે છે. અહીં તમને પ્રાણીઓની ઘણી સારી જાતિઓ જોવા મળશે. દર વર્ષે અહીં લગભગ 75,000 ઊંટ, બળદ અને ઘોડાનો વેપાર થાય છે.

નાગૌર બિકાનેર અને જોધપુરની વચ્ચે આવેલું એક સુંદર શહેર છે. નાગૌર શહેરથી લગભગ 5 કિલોમીટર દૂર માનસર ગામમાં દર વર્ષે માઘ શુક્લ સાતમના દિવસે આ પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. લોકો તેમના પ્રાણીઓને આ મેળામાં લાવતા પહેલા સારી રીતે શણગારે છે. નાગૌરી જાતિના બળદ અહીં મોટા પ્રમાણમાં વેચાય છે. ઊંટ ઉપરાંત ગાય, ઘોડા, ઘેટા, ઉપરાંત મસાલાઓનો પણ અહીં વેપાર થાય છે. આ તહેવારનું બીજું મુખ્ય આકર્ષણ મરચાનું બજાર છે. નાગૌરનું લાલ મરચું ખૂબ પ્રખ્યાત છે. આ સિવાય તમે અહીં આવીને લાકડા પર બનેલી સુંદર કોતરણીવાળી વસ્તુઓ, લોખંડની વિવિધ વસ્તુઓ અને ચામડાની બનેલી વસ્તુઓ જોઈ શકો છો અને ખરીદી શકો છો.

મેળાના અન્ય આકર્ષણો :-

મેળા દરમિયાન અનેક પ્રકારની રમતોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ટગ ઓફ વોર, ઊંટ અને ઘોડાના નૃત્ય જોવાનો એક અલગ જ આનંદ હોય છે. તમને કુચમણી ખયાલ ગાયન અને નાગૌરની સ્થાનિક કલા અને સંસ્કૃતિ સાથે રૂબરૂ થવાની તક પણ મળે છે.

આ જ્ગ્યા પર કેવી રીતે પહોચવું :-

અહીં પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ જોધપુરમાં છે અને તે 137 કિલોમીટર દૂર છે. જ્યારે જોધપુર, જયપુર અને બિકાનેર જેવા શહેરોથી નાગૌર સુધી રોડ માર્ગે બસ સેવા ઉપલબ્ધ છે. નાગૌર રેલ દ્વારા ઈન્દોર, મુંબઈ, કોઈમ્બતુર, સુરત, બિકાનેર, જોધપુર, જયપુર વગેરે શહેરો સાથે પણ જોડાયેલ છે.

Next Story