Connect Gujarat
ટ્રાવેલ 

સ્વર્ગથી કઈ ઓછા સુંદર નથી UPના આ ટુરિસ્ટ પ્લેસ, ફરવા જવા માટે ઓકટોબર છે સૌથી શ્રેષ્ઠ સમય.....

જો તમે ઓકટોબર મહિનામાં ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હોવ તો આજે તમને યુપીના આ 5 અદ્ભુત પ્લેસ વિષે જણાવી દઈએ.

સ્વર્ગથી કઈ ઓછા સુંદર નથી UPના આ ટુરિસ્ટ પ્લેસ, ફરવા જવા માટે ઓકટોબર છે સૌથી શ્રેષ્ઠ સમય.....
X

ફરવા માટે તો જોકે કોઈ ભી મહિનો હોય મજા જ આવે પરંતુ ખાસ એવા પ્લેસિસ કે જ્યાં તમે કુદરતી સૌંદર્યનો નજારો માણી શકો અને કુદરતના ખોળે રમી શકો તે માટે ઓકટોબર મહિનો બેસ્ટ છે. જો તમે ઓકટોબર મહિનામાં ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હોવ તો આજે તમને યુપીના આ 5 અદ્ભુત પ્લેસ વિષે જણાવી દઈએ.

ખજુરાહો

ખજુરાહો ભારતીય કલા અને સ્થાપનાના અદ્ભુત પ્રદર્શનથી દરેકને મોહિત કરે છે. ઓકટોબરમાં મધ્યપ્રદેશમાં ખજુરાહો ગ્રૂપના સ્મારક કોઈ પણ ઇતિહાસ નિષ્ણાંત અને કળા પ્રેમી માટે જોવા જેવુ છે. અહીની કોતરણી જોઈને તમે મંત્રમુગ્ધ બની જશો. આટલો અદ્ભુત નજારો છે.

કાન્હા નેશનલ પાર્ક

કાન્હા નેશનલ પાર્ક કાન્હા નેશનલ પાર્ક એટલો આકર્ષક છે કે તેણે પ્રસિદ્ધ નવલકથાકાર રુડયાર્ડ કિપલિંગને તેમનું સૌથી વધુ વેચાતું પુસ્તક 'ધ જંગલ બુક' લખવાની પ્રેરણા આપી. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં લગભગ દુર્લભ અને લુપ્ત થતી પ્રાણીઓની પ્રજાતિઓ જેમ કે બારસિંહ અને સ્વેમ્પ ડીયર તેમના કુદરતી વાતાવરણમાં રહે છે.

ભીમબેટકા

જેમ જેમ તમે ભીમબેટકાના રોક શેલ્ટર્સની યાત્રા કરશો, ત્યારે તમને ઐતિહાસિક ભારતના જૂના યુગની ઝલક જોઇને આનંદ થશે. મધ્યપ્રદેશમાં આ લોકપ્રિય હોટસ્પોટ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવિષ્ટ છે, જે દક્ષિણ એશિયાઈ પથ્થર યુગની શરૂઆતને વિશ્વાસપૂર્વક દર્શાવે છે.

સાંચીનો સ્તૂપ

શાંતિથી પરિપૂર્ણ સાંચી સ્તૂપ પ્રખ્યાત સ્થળ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવિષ્ટ આ સ્તૂપ મહાન મુઘલ સમ્રાટ અશોક દ્વારા 3જી સદી બીસીમાં બનાવવામાં આવ્યો હતો. અસંખ્ય મંદિરો, મઠો, એક અશોક સ્તંભ અને બૌદ્ધ સ્મારકો મધ્ય પ્રદેશમાં સાંચીના આકર્ષણ છે.

ચિત્રકૂટ

મધ્યપ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ ચિત્રકૂટની સુંદરતા પણ જોવાલાયક છે. અહીની સુંદરતા ઘણા પ્રવાસીઓને આકર્ષે છે. આ ભવ્ય શહેરનો ઉલ્લેખ હિંદુ મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામ અને દેવી સીતાના વનવાસ દરમિયાનના નિવાસ તરીકે જોવા મળે છે.

Next Story