પ્રવાસના શોખીન લોકો ચોક્કસ પણે વિદેશ ફરવા જવાનું વિચારતા જ હોય છે. પરંતુ આ વિચાર જ્યારે બજેટની વાત આવે ત્યારે અટકી જાય છે. બજેટના કારણે ઘણા લોકોનું બહાર જવાનું સપનું સપનું જ રહી જતું હોય છે. પરંતુ એવા પણ ઘણા દેશો છે જેનો પ્રવાસ આપ ઓછા બજેટમાં કરી શકી છો. તો ચાલો તમને જણાવીએ એવા જ અમુક પ્લેસ વિષે......
· શ્રીલંકા
તમે ભારતથી શ્રીલંકાની ટ્રીપ પર જઇ શકો છો. શ્રીલંકા ફરવા માટે ખૂબ જ સસ્તો દેશ છે. તમે કેરળની ટ્રીપ કરતાં પણ ઓછા બજેટમાં શ્રીલંકા ફરી શકો છો. એક ભારતીય રૂપિયો 2.30 શ્રીલંકાના રૂપિયા બરાબર છે. અહીં તમે સુંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી શકો છો. શ્રીલંકા વિશ્વમાં સૌથી સુંદર દ્વિપોમાંથી એક છે.
· નેપાલ
નેપાલ ભારતની સરહદે આવેલો દેશ છે. ઓછા સમયમાં સસ્તી મુસાફરી માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. જો તમે લાંબા પ્રવાસનું આયોજન કરવા માંગતા નથી તો તમે નેપાલ જઇ શકો છો. તમને દિલ્હીથી કાઠમાંડુની ફ્લાઇટ મળશે જે તમને દોઢ કલાકમાં નેપાલ લઈ જશે. અહીં જવા માટે ઘણી બસ સેવાઓ પણ છે. ખાસ વાત એ છે કે નેપાલમાં ભારતીય રૂપિયાની કિંમત વધારે છે. આવી સ્થિતિમાં, તમે ઓછા બજેટમાં નેપાળના સુંદર મઠો, માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ, મંદિરો વગેરેની મુલાકાત લઈ શકો છો. જેમાં તમે ઓછા પૈસામાં વધુ ખરીદી કરી શકો છો.
· વિયતાનામ
વિયતાનામ ખરીદી કરવા માટે ખૂબ જ સસ્તો દેશ છે. અહીં એક રૂપિયાની કિંમત 334.68 વિયેતનામિ દોંગ છે. દક્ષિણ પૂર્વ એશિયાના શ્રેષ્ઠ દેશોમાં સ્થાન ઘરાવતું, વિયેતનામ ભારતમાંથી મુલાકાત લેવા માટેના સૌથી સસ્તા દેશોમાં પણ સામેલ છે. અહીં તમને સુંદર બીચ, લેન્સ્સ્ક્રેપ, સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, ગુફાઓનો ઓછા બજેટમાં આનંદ લઈ શકો છો.
· મલેશિયા
મલેશિયા તમે માત્ર 4 કલાકની ફ્લાઈટમાં જ પહોચી શકો છો. અહીં ઘણા પ્રવાસીઓ આવે છે, કૂઆલાલપૂર મલેશિયાનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. તમે અહીં સ્કાય સ્ક્રેપસ કરી શકો છો. મલેશિયામાં બુકિંગ બિટાંગ જેવી ગુફાઓ અને બજારો જોવાલાયક છે. તમે ઓછા બજેટમાં અહીં પ્રવાસી સ્થળોની મુલાકાત લઈ શકો છો.