ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સદેહ આપણી વચ્ચે નથી પણ તેઓ લોકોના હદયમાં હજી જીવંત છે. બાપાના હુલામણા નામથી જાણીતા કેશુભાઇ પટેલને તેમના માદરે વતન વિસાવદરના લોકોએ અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્યના કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ રૂપે માંડાવડ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાંમાં આવ્યું છે. કેશુબાપાનું નિધન થતાં વિસાવદર તાલુકો શોકમય બની ગયો છે. વિસાવદર તાલુકામાંથી ચૂંટણી લડી અને મુખ્યમંત્રી બનનાર કેશુબાપા ગુરૂવારના રોજ અનંતની સફરે ચાલ્યાં ગયાં છે. તેમના અવસાનથી રાજયભરના લોકો શોકમય બની ગયાં છે. તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ માંડાવડ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને મજૂરો દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. માર્કેટીંગ યાર્ડ ઉપરાંત કેટલાક બજારો પણ બંધ રહયાં હતાં. વિસાવદરની જનતાએ કેશુબાપાના યોગદાનને બિરદાવી તેઓ હંમેશા તેમના હદયમાં જીવંત રહેશે તેવી ખેવના વ્યકત કરી હતી.